Thursday, November 21, 2013

હમણાં લાગ્યું જીવું છું

આવી હાડ હાડ એકલતા
ધારેલી ક્યારેય?

ઘરનાં કાચ જેવાં વાતાવરણને
ગણકર્યા વગર
રખડતી, અકળાવી નાખતી કીડી ને
ડાબા પગનાં અંગૂઠા નીચે મારેલી ક્યારેય?

આવી હાડ હાડ એકલતા
ધારેલી ક્યારેય?

1 comment:

  1. ચાર દીવાલોની વચ્ચેના ભેંકાર સન્નાટામાં જ્યાં મારો જ અવાજ સાંભળીને હું ઘભરાઈ જાઉં છું ! શોધું છું વિદાય લીધેલા સ્વજનોની આમથી તેમ અફળાતી લાગણી અને ત્યાં હાથ આવે છે, કટાયેલી લોખંડની તિજોરીના ધૂળ ખાતા ખાનાઓની વચ્ચે સાચવીને મુકેલી યાદોનો એકમાત્ર રહી ગયેલો સુંવાળો સ્પર્શ!

    ReplyDelete